ગુજરાત :- કોરોનાની બીજી લહેરની એન્ટ્રી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ બેકાબૂ થતાં શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝુ પણ બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આવતીકાલ ગુરુવારથી બંધ કરી દેવાશે. જેથી હવે મોર્નિંગ વૉક કરનારને પણ હેરાન થશે.
કોરોનાની બીજી લહેરની એન્ટ્રી વચ્ચે ચાર મહાનગર પાલિકામાં નાઈટ કર્ફ્યુનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. શહેરમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરાં, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો