AMTS, BRTS બસ, જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ ગુરૂવારથી અચોક્કસ મુદ્દત માટે બંધ


અમદાવાદ :- અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ની બીજી લહેર માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. અને તેની સાથે ખાનગી અને સરકારી જિમ્નેસિયમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરૂવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે