ગુજરાત : અમદાવાદ શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે આજે ખાસ અધિકારી ડો. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આવતીકાલે શુક્રવારથી અમદાવાદ શહેરમાં ફરફ્યુનો સમય રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શનિવાર અને રવિવારે ખાનગી મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં બેડ, હોસ્પિટલની સંખ્યા અને પેરામેડિકલ સ્ટાફ, દવાઓ, ટેસ્ટિંગ અને રસીકરણ અંગે પણ ચર્ચા થઈ હતી.
રાજયમાં કોરોનાના કેસ 1276 સુધી પહોંચ્યા છે અને અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો 300ની નજીક છે