આ એક ડોક્યુમેન્ટ હશે તો હવે અન્ય રાજ્યમાંથી પરત આવતા અમદાવાદના રહેવાસીઓને RT-PCR ટેસ્ટની જરૂર નથી

પ્રતીકાત્મક તસ્વીર

અમદાવાદ : હાલમાં ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં જતા તેમજ ત્યાંથી પરત ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે ફરજીયાતપણે RT-PCR ટેસ્ટીંગ કરવાનુ રહે છે. તેમજ કોરોનાના નેગેટિવ રિપોર્ટ સાથે મુસાફરી કરવા અંગે સરકારે જરૂરી ગાઈડલાઈન તથા સરક્યુલર બહાર પાડયા છે. 

અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કોઈ કામ માટે અન્ય રાજ્યોમાં ગયા હોય અને હવાઈ ​​માર્ગ, માર્ગ અને ટ્રેન દ્વારા પરત અમદાવાદ આવતા હોય ત્યારે તેમને RT-PCR ટેસ્ટ કરવાની જરૂરત રહેશે નહીં, આ પ્રકારનો નિર્ણય અમદાવાદ કોર્પોરેશનના સત્તાધીશોએ કર્યો છે. આવા લોકો અમદાવાદના જ રહીશ છે તેના પુરાવા માટે પોતાની સાથે આધાર કાર્ડ રાખવુ પડશે. આ નિર્ણયનો અમલ  6 એપ્રિલથી જ લાગુ કરવામાં આવશે.

આ બાબતે કોર્પોરેશનના સત્તાધીશોએ સરકાર સાથે તાજેતરમાં વિચાર વિર્મશે કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદના રહેવાસીઓ માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. 

અમદાવાદની કોવિડની સંપૂર્ણ જવાબદારી સંભાળતા એડિશનલ ચીફ સેક્રટરી રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટ કરીને આવો નિર્ણય કરાયો હોવાનુ જણાવ્યુ હતુ.