![]() |
| પ્રતિકાત્મક તસ્વીર |
અમદાવાદ : શહેરમાં રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં લોકોને કોરોના સામે સારવાર મેળવવામાં પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં કેસમાં ઘટાડો થવાથી લોકોએ આંશિક રાહત અનુભવી હતી. શહેરમાં ગત જાન્યુઆરી મહિનાની 16 તારીખથી પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને ત્યાર બાદ 45થી વધુ વયના નાગરીકો અને સિનિયર સિટીજનોને રસી આપવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. તે ઉપરાંત મે મહિનાની પહેલી તારીખથી 18થી 45 વયના નાગરીકોને રસી આપવાનું કામ શરુ કરાયું હતું.
રાજયમાં કોરોનાની મહામારીથી બચવા માટે કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે તાઉ-તે વાવાઝોડાએ ફરીવાર શહેરીજનોને ભયનો અનુભવ કરાવ્યો છે. વાવાઝોડાને પગલે અમદાવાદ શહેરમાં 45 વર્ષથી વધુ વયના અને 18થી 44 વર્ષના વયના તમામ લોકોને રાજય સરકારની સૂચના ન મળે ત્યાં સુધી વેક્સિન આપવામા નહિ આવે. વેકસીનેશનની કામગીરી અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવાનો AMCએ નિર્ણય કર્યો છે.

