પ્રધાનમંત્રી મોદીનું લંડનમાં ભવ્ય સ્વાગત, બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસીય પ્રવાસે લંડન પહોંચ્યા છે.. બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમરના આમંત્રણ પર પ્રધાનમંત્રી મોદીની આ લંડન યાત્રા છે..

મોડી રાત્રે લંડન પહોંચતા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું.. પ્રધાનમંત્રીએ લંડન પહોંચી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X લખ્યું કે, તેઓની આ યાત્રા બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત કરશે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધિ, વિકાસ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવું રહેશ..

પ્રધાનમંત્રીએ કહ્યું કે,, વૈશ્વિક પ્રગતિ માટે ભારત અને બ્રિટનની મિત્રતા મજબૂત હોવી જરૂરી છે.. આજે પ્રધાનમંત્રી મોદી લંડનમાં બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે વાતચીત કરશે..

આ વાતચીત લંડનથી 50 કિલો મીટર ઉત્તર પશ્ચિમમાં સ્થિત બ્રિટિશ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાશે. આ વાતચીત મુખ્યત્વે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને નવી ગતિ આપવા પર કેન્દ્રિત રહેશે..