RTOની ઓફિશિયલ વેબસાઈટ પરથી જ ચલણ ભરો, છેતરપિંડીથી સાવધાન

રાજ્યના વાહનચાલકોને RTOના અધિકૃત “ઈ—ચલાણ” પૉર્ટલ પરથી જ ચલણ ભરવા અનુરોધ. સોશિયલ મીડિયા કે થર્ડ પાર્ટી ઍપ્સની લિન્કથી ચલણ ભરવાનું ટાળો, ઑનલાઈન છેતરપિંડીથી બચવા RTOની ઓફિશિયલ વેબસાઈટનો ઉપયોગ કરો


રાજ્યના વાહનચાલકોને પોતાના વાહનનું ચલણ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી- R.T.O.ના અધિકૃત ઑનલાઈન પૉર્ટલ પરથી જ ભરવા અનુરોધ કરાયો છે. વાહનચાલકોને ઑનલાઈન છેતરપિંડીથી બચવા વાહન વ્યવહાર કચેરીની અધિકૃત વૅબ-સાઈટના “ઈ—ચલાણ” પૉર્ટલ પર જઈને જ ચલાણ ભરવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે. 

યાદીમાં જણાવ્યા મુજબ, RTO દ્વારા અપાતા વાહનના ચલણની ઑનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ મારફતે કોઈ લિન્ક મોકલવામાં નથી આવતી. કોઈ સોશિયલ મીડિયા માધ્યમ, થર્ડ પાર્ટી ઍપ્લિકેશન અથવા અન-અધિકૃત સંદેશ મારફતે ચલણ ભરવાની લિન્ક આવે તો તેની પર ક્લિક ન કરવું.