ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. કાજલ મહેરિયા પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ઘરે હુમલો થયો છે.કાજલ મહેરિયા પર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ઘરે હુમલો થયો છે. આ ઘટનામાં એવું કહેવાઈ રહ્યું છે કે આંતરિક વિખવાદમાં સિંગરને કાજલ મહેરિયાને લાફો મારવામાં આવ્યો છે. ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓએ હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે.
કાજલ મહેરિયા નવા સોન્ગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દેતાં હોય છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે.
ગુજરાતી સિંગર કાજલ મહેરિયા પર ઓર્ગેનાઇઝર બાબખાનના ઘરે સામાજિક કામ અર્થે ગઈ હતી. ત્યારે આ ઘટના બની હતી. ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીઓએ સિંગર પર હુમલો કર્યો હતો.
આ ઘટનાની માહિતી પ્રમાણે ગુજરાતીમાં ફ્રેમસ સોંગ ‘મળ્યા માના આશિર્વાદ’થી જાણીતી થયેલી લોકગાયિલા કાજલ મહેરિયા પર થયેલા હુમલાથી ઢોલીવુડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ હુમલાની ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. કાજલ મહેરિયા ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ભાઈની ખબર પૂછવા તેના ઘરે ગઇ હતી. ત્યારે અચાનક ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના વિરોધીઓમાં અસામાજિક તત્વો દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને લાફો મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને મોઢેરા પોલીસ સ્ટેશને 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
source news : sandesh