ગાંધીનગર, 5 ઓગસ્ટ 2026: ગુજરાત સરકારના Food & Drugs Control Administration દ્વારા જાહેર આરોગ્ય અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને dairy contextમાં આવતા બિન-માનકીકૃત “Analogue” ઉત્પાદનો અંગે મહત્વપૂર્ણ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ 5 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધ થયો છે અને તેના પ્રકાશનની તારીખથી અમલમાં આવ્યો છે.
સરકારી આદેશ મુજબ એવા બિન-માનકીકૃત ઉત્પાદનો, જે વાસ્તવિક ડેરી ઉત્પાદનો ન હોવા છતાં પનીર, ક્રીમ, બટર અથવા અન્ય ડેરી ઉત્પાદનોની નકલ કરે છે અથવા ગ્રાહકોને તે અસલી ડેરી પ્રોડક્ટ હોવાનું માનવા માટે ભ્રમિત કરે છે, તેમના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સ્ટોરેજ, પરિવહન, વિતરણ, વેચાણ, વેચાણ માટે ઓફર તથા food service establishmentsમાં ઉપયોગ પર સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ ખાસ કરીને એવા non-standardized dairy food products પર લાગુ પડે છે, જે વાસ્તવિક ડેરી ઉત્પાદનો નથી અથવા જેમાં દૂધ, milk fat અથવા milk solidsના સંપૂર્ણ કે આંશિક વિકલ્પ તરીકે vegetable fat, vegetable oil અથવા અન્ય non-dairy ingredientsનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, જે ઉત્પાદનોનું labelling, packaging, presentation, advertising અથવા વેચાણની રીત ગ્રાહકોને તે genuine dairy product હોવાનું માની લે તેવી ભ્રામક સ્થિતિ ઊભી કરે છે, તેવા ઉત્પાદનો પણ આ આદેશના દાયરામાં આવે છે.
જોકે આ પ્રતિબંધ તમામ પ્રકારના food products પર લાગુ પડતો નથી. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે standardized products તરીકે ઓળખાતા Frozen Desserts, Processed Cheese અને Mixed Fat Spreads આ વિશિષ્ટ પ્રતિબંધમાંથી બહાર છે.
આ આદેશ બાદ Food Business Operators માટે પણ મહત્વપૂર્ણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. તમામ FBOsને આવા dairy context Analoguesનું વેચાણ તાત્કાલિક બંધ કરવા, procurement, manufacturing અને distribution સંબંધિત સંપૂર્ણ રેકોર્ડ જાળવવા તથા લાગુ પડતા Food Safety અને Labelling સંબંધિત નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, ઈટરીઝ, ક્લાઉડ કિચન તથા અન્ય food service establishmentsને genuine અને standardized dairy productsનો જ ઉપયોગ કરવા અને ગ્રાહકોને ભ્રમિત ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.
સરકારી આદેશના ઉલ્લંઘનના કિસ્સામાં Food Safety and Standards Act, 2006 હેઠળ લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી થઈ શકે છે. આદેશમાં ખાસ કરીને Section 50, 51, 52, 55 અને 59 હેઠળની દંડાત્મક જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લંઘનની ગંભીરતા અને પરિસ્થિતિ અનુસાર કાયદાની અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ પણ કાર્યવાહી થઈ શકે છે.
આ પ્રતિબંધ 5 ઓગસ્ટ 2026ના રોજ Official Gazetteમાં પ્રકાશિત થયાની તારીખથી અમલમાં આવ્યો છે અને એક વર્ષ સુધી, અથવા FSSAI દ્વારા આવા ઉત્પાદનો માટે અંતિમ regulatory standards અથવા regulations જાહેર કરવામાં આવે ત્યાં સુધી, અથવા Commissioner of Food Safety દ્વારા આદેશને રદ, સુધારવામાં અથવા supersede કરવામાં આવે ત્યાં સુધી—જેમાંથી જે પહેલાં થાય ત્યાં સુધી—અમલમાં રહેશે.
ગુજરાતના Food & Drugs Control Administration દ્વારા જાહેર કરવામાં આવેલા આ આદેશનું પાલન સમગ્ર રાજ્યના સંબંધિત અધિકારીઓ તથા તમામ Food Business Operators માટે ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ જાહેર આરોગ્યનું રક્ષણ, ગ્રાહકોને ભ્રમિત થવાથી બચાવવું અને dairy productsના નામે બિન-માનકીકૃત non-dairy ઉત્પાદનોના ઉપયોગ તથા વેચાણને નિયંત્રિત કરવાનો હોવાનું આદેશમાં જણાવાયું છે.
સ્ત્રોત: ગુજરાત સરકારનું અસાધારણ ગેઝેટ, તા. 05-08-2026, Food & Drugs Control Administration, Prohibition Order No. CFDC/01/2026/MIS/e-file/141/2025/3242/I-Food.
